Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

દેશમાં 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત બન્યું સ્ટાર્ટ અપ હબ

છેલ્લા પાંચ વર્ષથી જબરો વૃદ્ધિદર : ૧પ૦ સ્ટાર્ટ અપમાંથી ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટ અપ એકલા ગુજરાતમાં જ કાર્યરત

અમદાવાદ : દેશમાં રાજ્યમાં યોજાશે સ્ટાર્ટ અપ કન્વેન્શનગાંધીનગરઃ રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા 'સ્ટાર્ટ અપ'ને વેગ આપવામાં આવતા દેશના ૪૩ ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ર૦૧૪થી ર૦૧૯ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક ૧ર થી ૧પ ટકાના ધોરણે સ્ટાર્ટ અપમાં વૃદ્ધિ થઇ છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન ૧પ૦ સ્ટાર્ટ અપમાંથી ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટ અપ એકલા ગુજરાતમાં જ કાર્યરત છે.

  વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે ૨૦૧૮-૧૯ના વર્ષમાં સૌથી મોટું ત્રીજું રાષ્ટ્ર બન્યું છે તેમાં ગુજરાતે ૪૩ ટકા સ્ટાર્ટઅપ સાથે મહત્વપૂર્ણ પ્રદાન કર્યુ છે. રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમના કારણે યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્સિયલ આસીસ્ટન્સ, ઓનલાઇન એપ્લીકેશન, મોનિટરીંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને ખિલવવા-વિકસવાની પૂર્ણ તક મળતી થઇ છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટ અપ પોલિસી પણ અમલમાં છે.

  દેશમાં ર૦૧૪થી ર૦૧૯ વચ્ચે નવ હજારથી વધુ સ્ટાર્ટ અપની સ્થાપના થઇ છે. તેમાં પણ ગુજરાત ૧પ૦૦ કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ અને રરર ફંડેડ સ્ટાર્ટઅપનું સંખ્યાબળ ધરાવતું રાજ્ય છે. ગુજરાતને યુવા સ્ટાર્ટઅપના નવોન્મેષી વિચારો પ્રયોગોથી દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ લીડ લેનારૂં રાજ્ય બનાવવા મુખ્યમંત્રી સંકલ્પબદ્ધ છે. આ હેતુસર તેમણે સમગ્ર સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને અનેક પ્રોત્સાહનો આપ્યા છે. જે મુજબ ઇનોવેટીવ પ્રક્રિયા માટે રો-મટિરિયલ-સંશાધનો વગેરે માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. ઉપરાંત ઇન્કયુબેટર્સને પ૦ ટકા સુધીની મૂડીસહાય, વાર્ષિક પાંચ લાખ સુધીની માર્ગદર્શન સહાય તેમજ પાવર ટેરિફ અને ઇલેકટ્રીસિટી ડયૂટીમાં રાહત આપવામાં આવે છે

(11:34 pm IST)