Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

નડિયાદ તાલુકાના અરજનપુર નજીક મહિલાના કૌટુંબિક ભત્રીજા સાથે આડા સબંધની જાણ પતિને થતા મહિલાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નડિયાદ: તાલુકાના અરજનપુર કોટ તાબે ખોડીયારપુરામાં આંગણવાડીમાં નોકરી કરતી મહિલા પોતાના કુટુંબી ભત્રીજા સાથે આડો સબંધ રાખતી હોવાની જાણ પતિને થતાં પતિના ઠપકાથી આ સબંધ કાપી નાંખ્યો હતો. જેથી ગ્રામપંચાયતના સભ્ય એવા કુંટુંબી ભત્રીજાએ પોતાની વગનો ઉપયોગ કરી કુટુંબી કાકી સાથે સબંધ રાખવા દબાણ કરી ત્રાસ આપતાં કાકીએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બાબતે મરનાર મહિલાના પતિએ પોતાની પત્નીને મરવા મજબૂર કરનાર ભત્રીજા સામે મરવા દુષ્પ્રેરણા બાબતની ફરિયાદ ચકલાસી પોલીસ મથકમાં આપી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના અરજનપુર કોટ તાબે ખોડીયારપુરા સીમ વિસ્તારમાં પ્રભાતભાઈ શીવાભાઈ ડાભી પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પત્નિ સરલાબેનને પાડોશમાં જ રહેતાં અને ગ્રામ પંચાયતના સભ્ય દશરથભાઈ ભવાનભાઈ ડાભી સાથે આડા સબંધ હતાં.

(5:51 pm IST)