Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

સુરત: અનાજ-કરીયાણા માટે અલગ માર્કેટ યાર્ડ શરૂ કરવા માટે રહેવાસીઓદ્વારા રજુઆત કરવામાં આવી

સુરત: ઉદ્યોગ-ધંધાથી ધમધમતા સુરતની વસ્તી અંદાજે 45 લાખથી વધુ છે. રાજયના આથક પાટનગર ગણાતા સુરતમાં એપીએમસી માર્કેટ છે અને તેમાં શાકભાજીનો વ્યાપાર થાય છે. પરંતુ આ માર્કેટમાં અનાજ-કરિયાણા માટે અલગ યાર્ડની કોઇ સુવિધા નથી. રાજયના મોટા ભાગના શહેરોમાં અનાજ માટે માર્કેટ યાર્ડ છે પરંતુ વિશ્વના વિકાસશીલ શહેરમાં જેની ગણના થાય છે તે સુરતની વસ્તીને ધ્યાનમાં લઇ શહેરીજનો અને તેની આજુબાજુના વિસ્તારના રહેવાસીઓને એક જ ઠેકાણે જથ્થાબંધ અનાજ ખરીદવાનું સ્થળ મળી રહે તે માટે ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા અલગ માર્કેટ યાર્ડની માંગણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં 214 જેટલી એપીએમસી માર્કેટો છે જેમાં અનાજ માટે અલાયદા યાર્ડની સુવિધા છે. રાજયના અમદાવાદ, રાજકોટ, બરોડા, ભરૃચ, સાણંદ, ખંભાત, બાવડા, બારેજા, સાબરકાંઠા, હિંમતનગર, મોડાસા, ગાંધીધામ, ગોંડલ, કેશોદ, જુનાગઢ વિગેરે સ્થળોએ અનાજ માર્કેટ યાર્ડ અલગ કાર્યરત છે. જેથી સુરતમાં પણ અનાજ માટે માર્કેટ યાર્ડ શરૃ કરવા આજે પુનઃ મંત્રી કૌશિકકુમાર પટેલને રજુઆત કરવામાં આવી હતી. મંત્રી કૌશિક પટેલે સુરત કલેકટર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

(5:44 pm IST)