Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિરમગામમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને સાફ-સફાઈ કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા અમદાવાદ જીલ્લાના વિરમગામમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને સાફ-સફાઈ કરવામાં આવી હતી અને ફુલહાર કરવામાં આવ્યા હતા.  

  આ કાર્યક્રમમાં તેજસભાઇ વજાણી તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક જગદીશભાઈ રાવળ અને રસિકભાઈ કોળી, વિરમગામ નગરના સંયોજક કિરણભાઈ સોલંકી અને નિલેશભાઈ રાણા ઉપસ્થિત  રહ્યા હતા.

(5:33 pm IST)