Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ખેડા પંથકમાં સાગા કાકાએ 10 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યું : ધરપકડ

સગીરાએ કોઈને વટ નહીં કરતા અવારનવાર દુષ્કર્મ ગુજારતા આખરે પરિવારને વાત કરતા નરાધમનો ભાંડો ફૂટ્યો

ખેડા પંથકમાં સગા કાકાએ જ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશના આવ્યો છે. આ સમગ્ર મામલે સગીરાએ તેના પરિવારજનોને વાત કરતા તેમને પોલીસ સ્ટેશનમાં નરાધમ કાકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાકાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 અહેવાલ મુજબ ખેડા જિલ્લાના ઠાસરા તતાલિકામાં આવેલા ભગવાનજીના મુવાડાના તાબે દીપાપુરમાં રહેતા અને ખેત મજૂરી કરતા પરિવારની 10 વર્ષની સગીરવયની દીકરી પર તેના સગા 40 વર્ષના કાકાએ એકલતાનો લાભ લઇને કાકાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જ્યારે કાકાએ પહેલી વાર દુષ્કર્મ કર્યું ત્યારે સગીરાએ આ વાત કોઈને કરી નહોતી અને ત્યારબાદ કાકો અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ કરતો હતો.

 કાકાએ ચોથી વાર સગીરાની એકલતાનો લાભ લઇને તેની સાથે દુષ્કર્મ કર્યું ત્યારે સગીરાએ તેની માતાને સમગ્ર મામલે વાત કરી હતી. દીકરી સાથે બળાત્કાર થયો હોવાની વાત સાંભળીને માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેથી માતાએ આ સમગ્ર વાત દીકરીના પિતાને કરતા તેમને તાત્કાલિક ડાકોર પોલીસ સ્ટેશનમાં નરાધમ કાકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરા અને તેના પરિવારની ફરિયાદ દાખલ કરીને આરોપી કાકાની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે.

 
(12:13 am IST)