Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

નવી સીઝનમાં દેશમાં ચોખાનું ઉત્પાદન ૧૧૨૯ લાખ ટન થશે :આગોતરો અંદાજ

રાજકોટ, તા.૧૨ : નવી સીઝનમાં ચોખાનો ઉત્પાદનનો અંદાજ સરકારે ઊંચો મુકયો છે. સરકારના અગોતરા અંદાજ મુજબ નવી સીઝનમાં ચોખાનું ઉત્પાદન ૧૧૨૯ લાખ ટન થવાની ધારણા છે, જે ગત સીઝનમાં ૧૦૯૭ લાખ ટન થયું હતું. આમ સરકારી અંદાજ મુજબ નવી સીઝનમાં ચોખાનું ઉત્પાદન વધવાની શકયતા છે.

ઓકટોબરમાં શરૂ થનારી નવી સીઝનમાં ચોખાના ટેકાના ભાવ સામાન્ય ગ્રેડના ૧૭૫૦ રૂપિયા અને એ ગ્રેડના ૧૭૭૦ રૂપિયા નક્કી કર્યા છે, જે ચાલુ વર્ષે ૧૫૫૦ અને ૧૫૯૦ હતા.

(9:53 am IST)