Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

હું હમેંશા પોઝિટીવ ચીજો પર ધ્યાન આપુ છું: દિશા

અભિનેત્રી દિશા પટાનીએ એમ.એસ. ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી થકી બોલીવૂડમાં શરૂઆત કર્યા પછી તે સતત સફળતાની સીડી ચઢી રહી છે. તે સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મનું તેનું સ્લો મોશન ગીત પણ રિલીઝ થઇ ગયું છે. સોશિયલ મિડીયા પર દિશા સતત સક્રિય છે અને અવાર-નવાર ટ્રોલર્સ તેને નિશાન બનાવતાં રહે છે. જો કે તે આવા ટ્રોલર્સને જવાબ આપતી નથી અને ચુપ રહે છે.

તાજેતરમાં તેણે કહ્યું હતું કે હું આવા ટ્રોલર્સ પર ધ્યાન આપતી જ નથી. આ એવા લોકો હોય છે જેને આપણે ઓળખતા પણ હોતા નથી. આ કારણે આવા લોકો સામે ધ્યાન નહિ આપવાનું સરળ બની જાય છે. આ લોકો ગમે તેને ખરૂ-ખોટુ કહેવાની ટેવ ધરાવતાં હોય છે. હું હમેંશા પોઝિટીવ ચીજો પર જ ધ્યાન આપુ છું. સોશિયલ મિડીયા મને ચાહકો સાથે જોડી રાખવામાં મદદરૂપ છે. હું મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કરુ છું.

(10:15 am IST)