Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

મુંબઇમાં શરૂ થશે આલિયા-આદિત્યની ફિલ્મનું શુટીંગ

કલંક ફિલ્મમાં સાથે કામ કરી ચુકેલા આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર આ ફિલ્મની નિષ્ફળતાને ભુલી સડક-૨ના કામમાં વ્યસ્ત થયા છે. આલિયા પહેલી વખત પિતા મહેશ ભટ્ટના નિર્દેશનમાં કામ કરશે. આદિત્ય ઉપરાંત સંજય દત્ત અને પૂજા ભટ્ટ પણ ખાસ ભુમિકા નિભાવી રહ્યા છે. સડક-૨નું શુટીંગ રોમાનીયામાં થશે તેવી વાત વહેતી થઇ હતી. જો કે હવે મહેશ ભટ્ટે મુંબઇમાં રોમાનિયાનો સેટ ઉભો કરશે અને ત્યાં જ શુટીંગ શરૂ કરશે. ફિલ્મનું શુટીંગ હવે થોડા દિવસોમાં જ શરૂ થઇ જશે. મુંબઇમાં શેડ્યુલ પુરૂ થયા પછી દેશના બીજા ભાગોમાં પણ શુટીંગ થશે. પહેલા શેડ્યુલનું શુટીંગ મુંબઇના મેહબૂબ સ્ટુડિયોમાં થશે. જેમાં આલિયા અને આદિત્ય પરના દ્રશ્યો ફિલ્માવાશે. ૧૯૯૯માં આવેલી રોમાન્ટીક થ્રિલ ફિલ્મ સડકમાં સંજય દત્ત અને પૂજા ભટ્ટની મુખ્ય ભૂમિકા હતી. એ ફિલ્મના ગીતો આજે પણ લોકો સાંભળે છે. એ વર્ષની સડક સુપરડુપર હિટ ફિલ્મ હતી.

(10:14 am IST)