Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

યામીનું અમૃતસરમાં બીએસએફ રેજિમેન્ટ દ્વારા થયું સન્માન

મુંબઈ: અભિનેત્રી યામી ગૌતમ હાલ ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકની સફળતાની મોજ માણી રહી છે. આ વર્ષની તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડની ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બનવાની છે. ઉરીમાં યામીએ એક સિક્રેટ એજન્ટનું કિરદાર નિભાવ્યું છે. વિકી કૌશલ અભિનીત આ ફિલ્મમાં યામીનું પાત્ર દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. હાલમાં જ યામીએ અમૃતસરમાં બીએસએફ રેજિમેન્ટની મુલાકાત લીધી હતી. અહીં યામીનું સન્માન કરવામાં આવ્યું હતું. જવાનોએ તેનું જોશભેર સ્વાગત કર્યું હતું અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓએ તેને સન્માનિત કરી હતી.

 

 

(5:23 pm IST)