Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

વધુ બે સ્ટાર સંતાન રીવા અને પ્રિયાંકની બોલીવૂડમાં એન્ટ્રી

રવિ કિશનની દિકરી રીવા અને પદ્દિમની કોલ્હાપુરીનો દિકરો પ્રિયાંક શર્મા બોલીવૂડમાં એક સાથે એન્ટ્રી કરી રહ્યા છે. આ બંને સ્ટાર સંતાન નિર્માતા નિતીન મોહનની ફિલ્મ કરી રહ્યા છે. આ એક એકશન રોમાન્ટીક ફિલ્મ છે. ગયા વર્ષે બોલીવૂડમાં બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જ્હાન્વી તથા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાને એન્ટ્રી કરી હતી.

આ બંને અભિનેત્રીએ પોતાની અભિનય ક્ષમતા પણ સાબિત કરી દેતાં તેને વધુ ફિલ્મો મળવા માંડી છે. સફળ સ્ટાર સંતાનોના લિસ્ટમાં કરીના કપૂર, ટાઇગર શ્રોફ, વરૂણ ધવન, અર્જૂન કપૂર, રણબીર કપૂર, સોનમ કપૂર, આલિયા ભટ્ટ સહિતના નામ મોખરે છે.

(10:00 am IST)