Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

કોમેડિયન ભારતી સિંહે બેબી બમ્પ સાથે ફોટો કર્યો શેયર

મુંબઈ: કોમેડી ક્વીન ભારતી સિંહે તાજેતરમાં તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને હાલમાં તે તેની પ્રેગ્નન્સીના તબક્કાનો આનંદ માણી રહી છે. પ્રેગ્નન્ટ થયા પછી પણ અભિનેત્રી સતત કામ કરી રહી છે, તેણે હજુ પણ શૂટિંગમાંથી બ્રેક લીધો નથી. કોમેડિયને તાજેતરમાં જણાવ્યું હતું કે તે માતા બનવાનો આનંદ માણી રહી છે. હવે તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બેબી બમ્પ દર્શાવતી એક સુંદર તસવીર શેર કરી છે. ભારતીએ પોતાના ફોટો સાથે ખૂબ ફની કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું, "સાંતા આવશે કે સાંતી? તમને શું લાગે છે, જલ્દી કોમેન્ટ કરીને જણાવો." ફોટોમાં તમે જોઈ શકો છો કે ભારતી તેના પતિ હર્ષ લિમ્બાચીયા સાથે તેનું બેબી બમ્પ બતાવતી જોવા મળી રહી છે. પહેલા પણ ભારતીની એક પોસ્ટ ઘણી હેડલાઈન્સ બની હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે મા બનવાનો આનંદ માણી રહી છે. લાફ્ટર ક્વીનની પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે અને દરેક જણ પોતાનું ધ્યાન રાખવાની સાથે આવનારા બાળક માટે તેમને અભિનંદન આપી રહ્યા છે.

(4:25 pm IST)