Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

હોલીવૂડની સ્પાઇડરમેન સામે બોલીવૂડની ફિલ્મો પાછળ

મુંબઇ તા. ૨૯: તાજેતરમાં રિલીઝ થયેલી ૧૯૮૩માં ક્રિકેટ વર્લ્ડકપમાં થયેલી ભારતની ભવ્ય જીત પર બનેલી બોલીવૂડના સુપરસ્ટાર રણવીરસિંહની ફિલ્મ '૮૩' ધમાલ મચાવી રહી છે તો બીજી તરફ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા' પણ જબરદસ્ત કમાણી કરી રહી છે. જો કે આ બંને ફિલ્મોને સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ 'સ્પાઇડરમેન-નો વે હોમ'     વધુ સફળ સાબિત થઇ રહી છે. જો કે હોલીવૂડની ફિલ્મોનો ભારત દેશમાં વધુ ક્રેઝ પહેલેથી જ રહ્યો છે. આ વાતને સ્પાઇડરમેન-નો વે હોમ ફિલ્મે ફરી એક  વખત સાબિત કરી છે. ગત સોળમી ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મનું મોટી સંખ્યામાં દર્શકોએ એડવાન્સ બૂકીંગ કરાવ્યું હતું. આ કારણે પહેલા દિવસથી જ ફિલ્મનું શાનદાર ઓપનીંગ રહ્યું હતું. ફિલ્મે પહેલા દિવસે પાંત્રીસ કરોડની કમાણી કરી સૂર્યવંશીનો ૨૬.૫ કરોડનો રેકોર્ડ તોડ્યો હતો. સ્પાઇડરમેન આ વર્ષની સોૈથી મોટી ઓપનીંગનો રેકોર્ડ બનાવવામાં પણ સફળ થઇ છે.

(3:03 pm IST)