Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

અમૃતાનો કિલર અંદાજઃ ચાહકો ઘાયલ થયા

અભિનેત્રી અમૃતા ખાનવિલકર પોતાની બોલ્ડ અદાને કારણે સતત ચર્ચામાં રહે છે. તે અવાર-નવાર સોશિયલ મિડીયા પર આગ લગાડતી તસ્વીરો મુકી તહેકલો મચાવી દે છે. તાજેતરમાં તેણે આવી કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તેના કિલર અંદાજ પર ચાહકો ફીદા થઇ ગયા હતાં. અમૃતા આ તસ્વીરોમાં કાળા રંગના હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી. જેમાં તેના કલીવેજ સ્પષ્ટ દેખાતા હતાં. તેના કાતિલાના અંદાજને ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો. અમૃતા ખાનવિલકરે ફિલ્મ રાઝીમાં આલિયા ભટ્ટની ભાભીનું પાત્ર ભજવ્યું હતું. તે મરાઠી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. આ સિવાય હિન્દીમાં સત્યમવે જયતેમાં પણ કામ કરી ચુકી છે. રોહીત શેટ્ટી સંચાલિત રિયાલીટી શો ફીયર ફેકટર-ખતરો કે ખિલાડી-૧૦માં પણ તે ભાગ લઇ ચુકી છે. મુંબઇમાં જન્મેલી અમૃતા મરાઠી ફિલ્મ ગોલમાલ, હિન્દી ફિલ્મ મુંબઇ સાલ્સા તેમજ ફૂંક-૨, ફિલ્લમ સીટી, ઝક્કાસ, મલંગ સહિતમાં કામ કરી ચુકી છે.

(10:14 am IST)