Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

રશ્મિકાના ચાહકોની સંખ્યામાં થયો વધારો

અભિનેત્રી રશ્મિકા મંદાના નેશનલ ક્રશ ગણાય છે. તે અસંખ્ય ચાહકોના દિલોની ધડકન છે. આ અભિનેત્રીની ખુબસૂરતી પાછળ લોકો પાગલ હોય છે.  સોશિયલ મિડીયા પર તેના ચાહકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. હાલમાં જ રશ્મિકાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા ૨૫.૮ મિલિયન થઇ ગઇ છે. આ કારણે તે ખાસ અંદાજથી ઉજવણી કરી હતી. તેણે એક કેક કટીંગ કર્યુ હતું. તેમજ ૨૫ નંબર સાથે અનેક પોઝ આપ્યા હતાં. તેનો ડોગી પણ સાથે હતો. રશ્મિકાની ફિલ્મ પુષ્પા તાજેતરમાં જ રિલીઝ થઇ છે. જેમાં તેણે અલ્લુ અર્જુન સાથે મુખ્ય ભુમિકા નિભાવી છે. ગામડાની ગોરીના રોલમાં તે ખુબ જમાવટ કરી ગઇ છે. તેની બોલીવૂડની ફિલ્મો મિશન મજનૂ અને ગૂડબાય પણ ચર્ચામાં છે. મિશન મજનૂમાં તે સિધ્ધાર્થ મલ્હોત્રા  સાથે અને ગૂડબાયમાં અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, શિવાંગ નારંગ સહિતની સાથે કામ કરી રહી છે.

(10:14 am IST)