Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

ગૂલ પનાગના વખાણ કર્યા મનિષ ગુપ્તાએ

અભિનેત્રી ગૂલ પનાગ લાંબા સમય પછી હાલમાં ઓટીટી પ્લેટફોર્મ ઝી ફાઇવ પર રિલીઝ થઇ હતી. જેમાં તેણે વિનય પાઠકની પત્નિનો રોલ નિભાવ્યો છે. ૪૨૦ આઇપીસી નામની આ ફિલ્મમાં વિનોદ, ગૂલ ઉપરાંત રણવીર શોૈરી, રોહન વિનોદ મહેરા સહિતના કલાકારોએ કામ કર્યુ છે. આ ફિલ્મને લોકોએ ખુબ જ પસંદ કરી છે.  આ પહેલા ગૂલ વેબ સિરીઝ પાતાલ લોકમા઼ પણ ખાસ ભુમિકામાં જોવા મળી હતી. ૪૨૦ આઇપીસીના નિર્દેશક લેખક મનિષ ગુપ્તાએ ગૂલ પનાગના વખાણ કરતાં કહ્યું હતું કે ગૂલ એક દુર્લભ ગુણવત્તાવાળી અભિનેત્રી છે. તેને હું વન ટેક આર્ટિસ્ટનું ટેગ આપી શકુ છું.

ગૂલએ પણ મનિષના આ વખાણ સામે વિનમ્રતાથી જવાબ આપ તેના લેખન અને નિર્દેશનના વખાણ કર્યા છે. ફિલ્મમાં રોહન મહેરાએ એડવોકેટનો રોલ નિભાવ્યો છે. તેની ભુમિકાના પણ લોકોએ વખાણ કર્યા છે.

(10:13 am IST)