Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

સસ્પેન્સ ફિલ્મ સાથે જોડાઇ ચિત્રાંગદા

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ હવે સસ્પેન્સ ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વિક્રાંત મેસ્સી પણ મહત્વની ભુમિકામાં છે. ભૂત પોલીસ ફેઇમ પવન ક્રિપલાણી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ ગેસલાઈટ રખાયું છે. ફિલ્મ માટે ચિત્રાંગદા, વિક્રાંત અને સારા ટૂંક સમયમાં રીડિંગ અને વર્કશોપ શરૂ કરવાના છે. ફેબ્રુઆરીમાં ફિલ્મ ફલોર પરજશે. ચિત્રાંગદા અન ફિલ્મમાં નવા જ અવતારમાં જોવા મળવાની છે. તેને વિશ્વાસ છે કે આ જબરદસ્ત ફિલ્મ બનવાની છે. છેલ્લે ચિત્રાંગદા અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ બોબ બિસ્વાસમાં તેની પત્નિના રોલમાં જોવા મળી હતી.  ચિત્રાંગદાએ કહ્યું હતું કે ક્યારેક આપણને જોઇતા હોય એવા રોલ માટે નસીબદાર હોતા નથી. મને એક સમયે માત્ર ગ્લેમર રોલ ઓફર થતાં હતાં. પરંતુ હવે  જોઈતા હોય તેવા પ્રકારના રોલ મળે તેવા નસીબદાર નથી હોતા. એક સમયે મને માત્ર ગ્લેમર રોલ ઓફર થતા હતા, પરંતુ મારે તેવા રોલ કરવા ન હતા. મેં એ માટે રાહ જોઇ હતી.

(10:13 am IST)