Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

વીસ મિલીયન ફોલોઅર્સ ધરાવે છે રકુલપ્રિત સિંહ

અભિનેત્રી રકુલપ્રિત સિંહ બોલીવૂડમાં સતત વ્‍યસ્‍ત બની ગઇ છે. સાઉથની ફિલ્‍મોમાં ખુબ જાણીતુ નામ એવી રકુલને હવે હિન્‍દી ફિલ્‍મોના ચાહકો ખુબ સારી રીતે ઓળખી રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. તેની અજય દેવગણ સાથેની ફિલ્‍મ રનવે-૩૪ રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્‍મમાં અમિતાભ બચ્‍ચન પણ છે. રકુલપ્રિત  સિંહ સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહે છે. સોશિયલ મિડીયા પર રકુલપ્રિત સિંહના વીસ મિલીયનથી વધુ ફોલોઅર્સ છે.  તાજેતરમાં તેણે પોતાની અદ્દભુત તસ્‍વીરો ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કરી હતી. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તેની આ તસ્‍વીરો ખુબ જ વાયરલ થઇ હતી અને અસંખ્‍ય ચાહકોએ લાઇક કરી હતી. તેણે તસ્‍વીર સાથે કેપ્‍શન લખ્‍યું હતું કે લોકોના નહિ તમારા સપનાનો પીછો કરો. કેટલાક તેની પોસ્‍ટ પર હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરીને કોમેન્‍ટ કરી રહ્યા છે.  તેની આગામી ફિલ્‍મોમાં મિશન સિન્‍ડ્રેલા, ડોક્‍ટર જી અને ચાર તમિલ, તેલુગુ ફિલ્‍મો સામેલ છે.

(10:24 am IST)