Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

18 વર્ષ પછી સુનિલ શેટ્ટી ગીત ગાશે

મુંબઈ: સિનિયર અભિનેતા સુનીલ શેટ્ટી અઢાર વર્ષના ગાળા બાદ ફરી એકવાર ગીતો ગાશે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એણે ૨૦૦૦ની સાલમાં બાળગીતો ગાઇને એક આલ્બમ રિલિઝ કર્યું હતું. કસરતા કાયા ધરાવતા સુનીલે કેટલીક એક્શન ફિલ્મોમાં જોરદાર રોલ કર્યા હતા. બુધવારે એણે ગીતનું વિડિયો શૂટિંગ કર્યું હતું. ગીત વિશે માહિતી આપતાં એણે કહ્યું કે ખરેખર તો એક જિંગલ છે જે ટૂંક સમયમાં રેડિયો પર સાંભળવા મળશે. જિંગલ વિશે બોલતાં એણે કહ્યું કે જિંગલના શબ્દો પ્રકારના છે - 'બોલિવૂડ, કોલિવૂડ, ટોલિવૂડ, મોલીવૂડ, સુનો, ઇન્ડિયન ફિલ્મ કે ચાહનેવાલે, હમ હૈં શોબીઝ ઇન્ડિયાવાલે...' એણે એવો દાવો કર્યો હતો કે હું લયમાં બહુ કાચો છું એટલે વારંવાર તાલ ચૂકી જાઉં છું. પરંતુ સંગીતકાર જોડી રાજ અને શબ્બીરે જિંગલ મારી પાસેજ ગવડાવવાનો આગ્રહ રાખ્યો હતો એટલે મેં ખૂબ રિહર્સલ્સ કર્યાં હતાં અને સંગીતકારોને સંતોષ થાય એવું ગાતો થયો હતો. કંઇક નવું કરવાની મારી ધગશ હતી એટલે મેં જિંગલનું કામ સ્વીકાર્યું હતું. તમે ફરી નવું આલ્બમ રિલિઝ કરશો કે એવા સવાલના જવાબમાં સુનીલ હસી પડયો અને કહે, લોકો દ્વારા મારા પર ઇંડાં ટમેટાંનો વરસાદ વરસાવવો હોય તો હું ગાવા તૈયાર છું. જો કે મારી પત્ની માના અને સંતાનો અથિયા તેમજ અહાનને મારું ગાયેલું ગમ્યું હતું.

(4:30 pm IST)
  • મુંબઈના ઘાટકોપરમાં આજે જે વિમાન તૂટી પડ્યુ તે પાનપરાગના ચેરમેન શ્રી દિપક કોઠારીની માલિકીની હોવાનું મની કન્ટ્રોલે જણાવ્યુ છેઃ વિમાનમાં ૨ પાયલોટ અને ૨ ટેકનીશ્યન હતા અને જે મકાન ઉપર આ વિમાન તૂટી પડ્યુ તેના માલિક સહિત ૫ના મોતઃ મૃત્યુ પામનારમાં કેપ્ટન રાજપૂત, કેપ્ટન મારીયા અને ટેકનીશ્યન સુરભી તથા મનીષનો સમાવેશ : આ પહેલા આ વિમાન ઉત્તરપ્રદેશ સરકારનું હોવાનું જાહેર થયેલઃ આ નાનકડુ વિમાન ઘાટકોપરના સર્વોદયનગરમાં બપોરે ૧:૩૦ વાગ્યે તૂટી પડેલ access_time 6:18 pm IST

  • આ વર્ષે બેંકિંગ ફ્રોડના આશરે 6500 મામલાઓ નોંધાયા:એમાંથી 85 ટકા કિસ્સાઓ પબ્લિક સેક્ટર બેંકોના છે. જેમાં આશરે 30,000 કરોડથી વધું નુકસાન : તેમ આરબીઆઈનીફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં કહેવાયું છે : 2018માં થયેલા ટોપ 10 કૌભાંડોમાં જ બેંકોને 10,000 કરોડથી વધારેનો ચૂનો લાગ્યો છે. નાણાંકિય વર્ષ 2017માં બેંકો સાથે થયેલા લગભગ 5000 કૌભાંડમાં લગભગ 20,000 કરોડનું નુકસાન થયું છે access_time 1:18 am IST

  • કલોલ તાલુકા બાદ શહેર પણ ભાજપ મુક્ત :નપાના ચાર ભાજપા કાઉન્સિલરે કોંગ્રેસ સાથે હાથ મિલાવતા શહેર પણ ભાજપા મુક્ત બન્યું :કલોલ ભાજપમાં ખળભળાટ : ભાજપાના કાઉન્સિલર અને કલોલ નગરપાલિકાના માજી સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તથા અન્ય એક મહિલા કાઉન્સિલરે પણ કોંગ્રેસનો ખેસ પહેરતાં ભાજપમાં ભડકો access_time 1:12 am IST