Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અમિતાભ બચ્ચનના નવાસાએ પૂર્ણ કર્યું ગ્રેજ્યુએશન

મુંબઈ:મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્ર અને નંદા પરિવારના  લાડકા પુત્ર  અગસ્ત્યાએ તાજેતરમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર બચ્ચન પરિવારે એને હાર્દિક અભિનંદન આપ્યા હતા. અગસ્ત્યાને વધાઇ આપવા એની માતા શ્વેતા બચ્ચન-નંદા અને બહેન નવ્યા નવેલી વિદેશની ધરતી પર પહોંચી ગયાં હતાં. સોશ્યલ મિડિયા પર શૅર કરાયેલા ફોટોગ્રાફમાં અગસ્ત્યા સફેદ શર્ટ અને ગ્રે શૂટમાં દેખાય છે જ્યારે નવ્યા નવેલી શોર્ટસ્માં સજ્જ દેખાય છે.અત્રે એ યાદ કરવા જેવું છે કે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નવી દિલ્હી સ્થિત નંદા પરિવારની પુત્રવધૂ છે. એની સાસુ રિતુ નંદા વાસ્તવમાં રાજ કપૂરની મોટી પુત્રી છે. આમ અમિતાભ બચ્ચન અને કપૂર પરિવાર એકમેકના સંબંધી છે. સોશ્યલ મિડિયા પર શૅંર કરાયેલા અન્ય ફોટોગ્રાફમાં શ્વેતા અગસ્ત્યાના સૂટ પર ફૂલ લગાડતી દેખાય છે. અભિષેક બચ્ચને પણ શ્વેતા પુત્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.રિતિક રોશને પણ અગસ્ત્યાને અભિનંદનનો સંદેશો મોકલ્યો હતો.

(5:31 pm IST)