Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

આવતા વર્ષે શરૂ કરશે રાણા દગ્ગુબાતી

અભિનેતા રાણા દગ્ગુબાત્તીને દર્શકો તેના બાહુબલીના ભલ્લાલદેવના રોલને કારણે ખુબ ઓળખતા થયા છે. તાજેતરમાં રાણાની ફિલ્મ હાથી મેરે સાથી ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ  થઇ હતી. હવે તે એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છે. આ સુપર નેચરલ થ્રિલર પ્રકારની ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન મિલીન્દ રાઉ કરવાના છે. ફિલ્મને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ ભાષામાં પણ બનાવવમાં આવશે અને દેશભરમાં રિલીઝ કરવામાં આવશે. જોકે આ ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. સુપર નેચરલ વિષય પરની આ ફિલ્મમાં જબરદસ્ત થ્રિલરને પણ માણવા મળશે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨માં શરૂ કરવામાં આવશે. દશેરાના દિવસે ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મની ઘોષણા કરી હતી.  રાણા કેટલીક વેબ સિરીઝ પણ કરી રહ્યો છે. રાણાની ત્રણ ફિલ્મો આવી રહી છે.

(10:10 am IST)