Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વડાપાંવની દુકાન ચલાવવી તે પણ સન્‍માનજનક કામ છેઃ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ડુબી ગઇ તેમ કહેતા જ અભિષેક બચ્‍ચને ટ્વિટર ઉપર તબબીને જવાબ આપી દીધો

અભિષેક બચ્ચન ટ્વિટર પર એક્ટિવ છે અને તે ટ્રોલર્સને જવાબ આપવામાં એક્સપર્ટ છે. અત્યારે પણ નેપોટિઝમ બાબતે તેના અને એક ટ્વિટર યુઝર વચ્ચે ટ્વિટ વૉર થઈ ગયો હતો.

વ્યવસાયે ડોક્ટર એક ટ્વિટર યુઝરે તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ મનમર્ઝિયાને લગતા એક સમાચારનો સ્ક્રીનશોટ લઈને ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં લખવામાં આવ્યુ હતું કે, બીજા અઠવાડિયે ફિલ્મ ધરાશયી થઈ ગઈ.

કેપ્શનમાં યુઝરે લખ્યું કે, મનમર્ઝિયા બોક્સ ઓફિસ પર ડુબી ગઈ, જે સાબિત કરે છે કે, અભિષેક એક એવા લેજેન્ડ છે જે સારામાં સારી ફિલ્મને ફ્લોપ કરવા સક્ષમ છે. તેમની યોગ્યતાને સલામ, ટેલન્ટ દરેક વ્યક્તિમાં નથી હોતુ. નેપોટિઝમનો અંત લાવવાની જરુર છે, સ્ટાર કિડ્સે હવે વડાપાંવની દુકાન ખોલવી જોઈએ.

ટ્વિટર પર અભિષેકે જવાબ આપ્યો કે, તમારા જેવા પ્રતિષ્ઠિત ડોક્ટર પાસેથી આશા રાખુ છું કે કોઈ પણ દાવો કરતા પહેલા ફેક્ટ્સ અને ફિગર્સ ચેક કરી લો. મને આશા છે કે તમે ધીરજ દાખવીને આમ કરશો. ટ્વિટ કરતા પહેલા ફિલ્મની ઈકોનોમિક્સ વિષે જાણો જેથી શરમજનક સ્થિતિમાં મુકાવવુ પડે.

અભિષેકે લખ્યું કે, મને આશા છે કે દરેક વડાપાંવ વેચનાર વ્યક્તિ વાતથી સહમત હશે કે વડાપાંવની દુકાન ચલાવવી પણ સન્માનજનક કામ છે. કોઈ પણ કામને ઓછુ આંકો. તમે લખ્યું છે કે ટેલેન્ટ કાઉન્ટ્સ, તો તમને જણાવી દઉ કે સ્ત્રીમાં પણ એક એક્ટર સ્ટારકિડ છે.

(6:11 pm IST)