Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

'હેપ્પી ફિર ભાગ જાયેગી'નું ટ્રેલર રિલિઝ: ફિલ્મમાં એક નહી પણ બે-બે હેપ્પી હશે.

મુંબઈ :ડાયના પેન્ટી અને જિમી શેરગીલને ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી'નું ટ્રેલર 25 જુલાઈના રોજ મુંબઈમાં રિલીઝ કરાયું હતું. ફિલ્મનાં કલાકારો સોનાક્ષી, ડાયના, અલી ફઝલ અને ગાયક જસ્સી ગિલ ઉપસ્થિત રહ્યાં હતાં. ફિલ્મ 24 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં એક નહી પણ બે-બે હેપ્પી હશે.

(11:31 am IST)