Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ઈદના દિવસે સલમાનની ચાહકોને ગીફટઃ રીલીઝ કર્યુ ગીત 'ભાઈ ભાઈ'

મુંબઈ, તા. ૨૬ : ઈદ પર સલમાન ખાનની ફિલ્મ 'રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રીલિઝ ન થવાથી તેના ફેન્સમાં નિરાશા હતી. જોકે,ભાઈજાને પણ મનમાં નક્કી કરી જ લીધું હતું કે તે પોતાના ફેન્સને નિરાશ નહીં કરે. પછી શું? હવે સલમાન ખાને ઇદના તહેવાર નિમિત્તે પોતાનો સ્પેશિયલ મ્યુઝિક વિડીયો 'ભાઈ ભાઈ' રીલિઝ કર્યાેછે. આ વિડીયોમાં સલમાન ખાન ધાર્મિક એક્તાનો મેસેજ આપી રહ્યો છે. સલમાન ખાને પોતાની યુ ટ્યુબ ચેનલ પર ગીત 'ભાઈ ભાઈ' રીલિઝ કર્યું છે. આ ગીતના લિરિક્સ સલમાન ખાન અને દાનિશ સબ્રીએ લખ્યા છે. તો સલમાન ખાન અને રુહાન અરશદે પોતાના ગીતમાં અવાજ પણ આવ્યો છે. સાજિદ વાજિદે મ્યુઝિક કમ્પોઝ કર્યું છે.

સલમાન ખાને આ પહેલા લોકડાઉન દરમિયાન પોતાની યુ ટ્યુબ ચેનલ પરથી બે ગીત 'પ્યાર કરોના' અને 'તેરે બિના' રીલિઝ કર્યું હતું. આ બન્ને ગીતને લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. લોકડાઉનમાં સલમાન ખાન પોતાના પરિવાર અને નજીકના દોસ્તો સાથે પનવેલ ફાર્મહાઉસ પર છે.

(3:20 pm IST)