Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

૧૮મીએ આવે છે સૈફ અલી ખાનની લાલ કપ્તાન

અભિનેતા સૈફ અલી ખાન ફિલ્મ 'લાલ કેપ્તાન'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનેે નાગા સાધુનો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયંુ છે. સૈફને અલગ જ લૂકમાં દેખાડતી આ ફિલ્મ ૧૮ ઓકટોબરના રિલીઝ થશે. પહેલા ૧૧ ઓકટોબર નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે તેની રિલીઝ ડેટ બદલાવાઇ છે.   ફિલ્મનું નિર્દેશન નવદીપ સિંહે કર્યુ છે. જ્યારે નિર્માણ  આનંદ એલ. રાયનું છે.  દીપક વેંકેટેશ ફિલ્મના લેખક છે. ફિલ્મના ટીઝરમાં સૈફ અલી ખાન માથા પર ભભૂત લગાવતો જોવા મળ્યો હતો. જયારે બેકગ્રાઉન્ડમાં હર રામ કા અપના દશહરા અવાજ આવતો હતો. લાલ કેપ્ટનની સાથે સૈફ અલી ખાન નિતિન કક્કડની જવાની જાનેમનમાં જોવા મળશે. તે વેબ સિરીઝ સેક્રડ ગેમ્સમાં જબરદસ્ત અભિનય કરી રહ્યો છે. સૈફ કહે છે તમે કોઈ પણ વસ્તુને ઈમાનદારીથી કરો તો આખી દુનિયાનું ધ્યાન તમારા તરફ ખેંચાય છે.

(10:03 am IST)