Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જેમ્સ બોન્ડની જેમ દબંગનો હીરો બદલી ન શકીએઃ અરબાઝ ખાન

નિર્માતા-અભિનેતા અરબાઝ ખાન વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે તો સાથોસાથ દબંગ-૩નું નિર્માણ પણ હાથ ધરી દીધું છે. અરબાઝે કહ્યું હતું કે દબંગ સિરીઝની ફિલ્મ સલમાન ખાન વગર અશકય છે. આ ફિલ્મ બીજા હીરો સાથે આગળ વધારી શકાય નહિ. દબંગની ત્રીજી ફિલ્મનું શુટીંગ ચાલુ થઇ ગયું છે. સલમાન ખાન ચુલબુલ પાંડે નામના પોલીસ અધિકારીના રોલમાં છે. જેમ્સ બોન્ડની જેવી જાસૂસી ફિલ્મમાં જેમ દર બે વર્ષે જેમ્સ બોન્ડ માટે અલગ અભિનેતા શોધાય છે તેમ દબંગ માટે થઇ શકે નહિ. દબંગનો ત્રીજો ભાગ બનાવતા અમને સાત વર્ષ લાગી ગયા છે. ચોથો ભાગ બનશે કે નહિ તે માત્ર અને માત્ર સલમાન ખાન પર નિર્ભર છે. ચુલબુલ પાંડેનું ચરિત્ર સદાબહાર છે, જે સલમાન ખાન ભજવે તો જ આ સિરીઝની આગળની ફિલ્મ બની શકે.

(9:49 am IST)