Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

પાણીની જેમ પૈસા વાપરી શાહી લગ્નમાં કરોડોનો ધુમાડો કરતા સ્‍ટાર કપલ સિદ્ધાર્થ મલ્‍હોત્રા તથા કિયારા અડવાણી

અલ્લુ અર્જુન અને સ્‍નેહા રેડ્ડીના ભવ્‍યાતિભવ્‍ય લગ્નમાં આખુ હૈદરાબાદ જામ થઇ ગયુ હતુ

મુંબઇઃ બોલિવૂડ સ્ટાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા ત્યારપછી તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. સિદ્ધાર્થ-કિયારાના આ શાહી લગ્ન અને રિસેપ્શનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે કરોડોનો ખર્ચ ફક્ત બોલિવૂડ સ્ટાર્સના લગ્નમાં થાય છે તેવું નથી. આજે તમને જણાવીએ કેટલાક સાઉથ સ્ટાર્સના લગ્ન વિશે જેમાં કરોડોના ખર્ચના તો માત્ર કપડા અને ઘરેણા હતા. 
 રામ ચરણ અને ઉપાસના 

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ સાઉથના સુપરસ્ટાર અને પોલિટિશિયન ચિરંજીવીના દીકરા રામ ચરણનું આવે છે જેણે વર્ષ 2012માં પોતાની નાનપણની મિત્ર ઉપાસના સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ એક શાહી લગ્ન હતા જેમાં પૈસા પાણીની જેમ વહ્યા હતા.  

બ્રહ્માણી રેડ્ડી અને રાજીવ રેડ્ડી

ભાજપના નેતા જી જનાર્દન રેડ્ડીએ તેમની દીકરી બ્રહ્માણીના લગ્ન રાજીવ રેડ્ડી સાથે ધામધૂમથી કર્યા હતા. લગ્નના ફંક્શન 5 દિવસ સુધી ચાલ્યા જેમાં 50 હજારથી વધુ મહેમાનો આવ્યા હતા. લગ્ન માટે બ્રાહ્મણીએ 17 કરોડ રૂપિયાની કાંજીવરમ સાડી પહેરી હતી અને તેના ઘરેણાંની કિંમત 90 કરોડ રૂપિયા હતી. આ લગ્નમાં 550 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

સૂર્યા અને જ્યોતિકા

દક્ષિણ ફિલ્મોના જાણીતા સ્ટાર સૂર્યાએ અભિનેત્રી જ્યોતિકા સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યોતિકાના વેડિંગ આઉટફિટની કિંમત 3 લાખ રૂપિયા હતી. લગ્નમાં સાઉથ સિનેમાની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

જુનિયર એનટીઆર અને લક્ષ્મી

સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરે પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી નાર્ને શ્રીનિવાસ રાવની દીકરી લક્ષ્મી સાથે લગ્ન કર્યા છે. લક્ષ્મીના લગ્નની સાડીઓ પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે તેમના લગ્નનો મંડપ 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો. લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા છે. અલ્લુ અર્જુનના લગ્ન માટે 40 થી વધુ ફોટોગ્રાફરોને હાયર કરવામાં આવ્યા હતા. બંનેના લગ્ન માધાપુરના હાઈટેક્સ ગ્રાઉંડ્સમાં થયા હતા. કહેવાય છે કે તેના લગ્નના દિવસે લગભગ આખું હૈદરાબાદ જામ થઈ ગયું હતું. આ લગ્નમાં કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

(5:59 pm IST)