Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

શ્વેતા તિવારીને થયો કોરોના

મુંબઇ તા. ૨૪: અનેક ટીવી શોમાં કામ કરી ઘર-ઘરમાં જાણીતી બનેલી અને હાલમાં મેરે ડેડ કી દૂલ્હન શોમાં કામ કરી રહેલી અભિનેત્રી શ્વેતા તિવારી કોરોનાથી સંક્રમિત થઇ છે. શ્વેતાએ કહ્યું હતું કે-મેં ૧૭મીએ ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ હવે મારી તબિયત ખુબ સારી છે. મને પહેલી ઓકટોબર સુધી કવોરન્ટાઇન રહેવાનું કહેવાયું છે. મહામારીમાં શુટીંગ કરવાનું પણ મુશ્કેલ થઇ ગયું છે. આપણે કયારે આ મહામારીમાંથી બહાર આવશું? તેવી ચિંતા તેણે દર્શાવી હતી.

(12:55 pm IST)