Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જન્મદિવસની શુભકામના સુભાષ ઘાઈને

મુંબઇ: બોલિવૂડના બે ધુરંધર અભિનય સમ્રાટ દિલીપ કુમાર અને સંવાદોના બાદશાહ રાજકુમાર જેવાને સમગ્ર કારકિર્દીમાં ફક્ત બીજી ફિલ્મમાં સાથે લાવનારા ટોચના ફિલ્મ સર્જક સુભાષ ઘાઇનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ સુભાષજી...  જેકી શ્રોફ જેવા કલાકારોની ભેટ આપનારા સુભાષ ઘાઇએ રાજ કપૂર પછી બીજા શો મેન તરીકે નામના મેળવી હતી. એમણે હીરો, કર્ઝથી શરૃ કરીને છેક તાલ સુધી જુદા જુદા સંગીતકારો અજમાવ્યા કારણ કે પોતે મેલોડીના જબરા ચાહક રહ્યા છે. સુભાષ ઘાઇ પાસે રાજ કપૂરની જેમ મેલોડીને  પારખનારા અને અજમાવનારા કાન હતા. આર રહેમાન જેવા જાહેરમાં કહી ચૂક્યા છે કે સુભાષ પાસે મેલોડી પારખવાની અનોખી સૂઝબૂઝ છે. મૂળ તો અભિનેતા બનવા આવેલા સુભાષ ઘાઇને જ્યારે સમજાયું કે અભિનેતા તરીકે બહુ મોટી કામયાબી મેળવી શકે એમ નથી ત્યારે ફિલ્મ સર્જન તરફ વળી ગયા હતા અને કેટલીકવાર પોતાની ફિલ્મમાં ઓલ્ફ્રેડ હિચકોકની જેમ એકાદ બે દ્રશ્યમાં કેમેરા સામે આવી જતા. ઘાઇએ ગૌતમ ગોવિંદાથી ફિલ્મ સર્જનની કલા શરૃ કરી. એમની બીજી ફિલ્મ કર્ઝે બોલિવૂડમાં એક નવો ઇતિહાસ સર્જ્યો. શરૃમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે થોડી ફિલ્મ કર્યા બાદ ઘાઇએ આર રહેમાન સાથે જોડી જમાવી અને સરસ સંગીતમય ફિલ્મો આપી.

 

 

(4:18 pm IST)