Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

અનુપમ ખેર અને અલી ફઝલની ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ

મુંબઇ: બોલિવૂડના સિનિયર અભિનેતા અનુપમ ખેર ઉપરાંત અલી ફઝલની ફિલ્મોને ૯૦મા ઓસ્કાર એેવોર્ડ માટેનું નોમિનેશન મળ્યું હોવાના સમાચારે બોલિવૂડમાં હરખની લાગણી ફેલાવી હતી. જો કે આ બંને કલાકારોએ કરેલી ફિલ્મો હોલિવૂડની છે, હિન્દી ફિલ્મ નથી. અનુપમ ખેરે ધ બીગ સિક નામે કરેલી લી ફિલ્મે આ વરસના ઓસ્કાર એવોર્ડની ડઝનબંધ કેટેગરીમાંની એકમાં ખૂબ મોટી અપેક્ષા જન્માવી છે. એવું બને તો અનુપમ ખેરની યશકલગીમાં ઔર એક પીંછું ઉમેરાઇ જશે. અત્યાર અગાઉ એણે ૫૦૦ ફિલ્મો કરવા ઉપરાંત કુછ ભી હો સકતા હૈ નામે એક વિશિષ્ટ સ્ટેજ શોના પણ સેંકડો પ્રોગ્રામ્સ દુનિયાભરમાં સફળતાથી રજૂ કર્યા છે. બીજું નોમિનેશન અલી ફઝલની ફિલ્મને મળ્યું છે. એક ભારતીય લેખકની નવલકથા પરથી ઊતરેલી ફિલ્મ વિક્ટોરિયા એન્ડ અબ્દુલમાં અલી ફઝલે અબ્દુલનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જેમ્સ બોન્ડ ફિલ્મોથી વિશ્વવિખ્યાત બનેલી અભિનેત્રી જુડી ડેન્ચે મહારાણી વિક્ટોરિયાનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જગમશહૂર બ્રિટિશ સામ્રાજ્ઞાી વિક્ટોરિયાના પોતાના એક અંગત કર્મચારી સાથેના આત્મીય સંબંધોની વાત વણી લેવામાં આવી છે.

 

 

(4:16 pm IST)