Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

હવે હું માત્ર કોમેડિયન નથીઃ સુનિલ ગ્રોવર

ટીવી પરદે અને ફિલ્મી પરદે એમ બંને ફિલ્ડમાં સક્રિય સુનીલ ગ્રોવરનું કહેવુ છે કે લોકો હવે મને એક અભિનેતા તરીકે ઓળખતા થઇ ગયા છે. પહેલા મારી ઓળખ એક કાઙ્ખમેડીયન તરીકેની હતી. તેણે અક્ષયકુમાર સાતે ગબ્બર ઇઝ બેકમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે એક ગંભીર પોલીસ ઓફિસરના પાત્રમાં હતો. જોકે લોકોએ તેને એટલો પસંદ નહોતો કર્યો. સલમાન ખાન સાથે ભારતમાં કામ કર્યા બાદ તેને એકટર તરીકે વધુ  સ્વીકારવામાં આવ્યો છે. સુનીલ ગ્રોવરે કહ્યું હતું કે ભારત ફિલ્મમાં કામ કરતા પહેલા એક જ પ્રકારની ભૂમિકામાં બંધાઈને કામ કરતો હતો.ઙ્ગપણ મને મળેલી તક માટે હું ફિલ્મની ટીમ, ડિરેકટર અલી અબ્બાસ ઝફર અને સલમાન ખાનનો આભાર માનું છું. મારી છાપ એવી બની ગઈ હતી કે હું માત્ર કોમેડી જ કરી શકું છું. એક જ પ્રકારનાં રોલમાં હું સફળ પણ થઈ ગયો હતો. જોકે તેમણે ચાન્સ લીધો અને મને આ તક આપી હતી. ત્યાર બાદ તો મને એવા રોલ્સ ઓફર થવા લાગ્યા છે જે માત્ર કોમેડી સુધી જ સિમીત નથી. મારા પ્રતિની ધારણાં હવે બદલાઈ ગઈ છે અને લોકો મને એક એકટર તરીકે ઓળખતા થયા છે. મને ખુબ મોટા સ્ટાર સાથે ફિલ્મ કરવાની તક મળી રહી છે તે મારા માટે ખુબ ગોૈરવ લેવા જેવી બાબત છે.

 

(10:11 am IST)