Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ફોબ્ર્સની યાદીમાં ખિલાડી કુમાર અક્ષય ચોથા સ્થાન પર

મુંબઇ: જુન ૨૦૧૮ થી જુન ૨૦૧૯ની ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનારાઓના એકટર્સની યાદી જાહેર થઇ છે. જેમાં અક્ષય કુમારે ચોથું સ્થાન મેળવ્યું છે. અક્ષયે જે રીતે પોતાની કારકિર્દીમાં મહેનત કરી રહ્યો છે તેની સાથેસાથે કમાણી પણ વધી રહી છે. તેણે ફોબર્સની હાઇએસ્ટ પેઇડ એકટર્સની યાદીમાં  પહેલા પાંચમાં સ્થાન મેળવ્યું છે.અક્ષયેની કમાણી ૬૫ મિલીયન ડોલર એટલે કે ૪૬૮ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. યાદીમાં અક્ષયમે જેકી ચેઇન અને વિલ સ્મિથ જેવા હોલીવૂડના સિતારાઓને પણ પાછળ મૂકી દીધા છે.અક્ષય સિવાય બોલીવૂડમાંથી કોઇ અન્ય સિતારાઓ યાદીમાં સ્થાન પામ્યા નથી. યાદીમાં સલમાનને પણ સ્થાન મળ્યું નથી. ગયા વરસે યાદીમાં અક્ષય કુમાર સાતમા સ્થાને હતો જ્યારે સલમાન ખાન નવમા સ્થાન પર હતો

(4:33 pm IST)