Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

તારક... માં સોનુ તરીકે પલક

ટીવી પરદે લોકપ્રિય શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માટે નવી સોનૂ શોધી લેવામાં આવી છે. શોમાં સોનુ માસ્તર આત્મારામ અને માધવીભાભીની દિકરી છે. સોનુનું પાત્ર નિભાવી રહેલી નિધિ ભાનુશાળીએ શો છોડી દેતાં નવી સોનુની તલાશ થઇ રહી હતી. આ માટે નિર્માતાઓએ પલક સિધવાનીને પસંદ કરી છે. પલક અનેક શોર્ટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. પલગ ગોકુલધામમાં સોનુના રૂપમાં એન્ટ્રી કરી ચુકી છે. ઉલ્લેખનિય છે કે સોનુએ લોકપ્રિય પાત્ર દયાબેન એટલે કે દિશા વાકાણીના પાત્ર પહેલા જ શો છોડી દીધો હતો. પલક સિધવાની તારક મહેતાના શુટીંગમાં જોડાઇ ચુકી છે. નિધિએ અભ્યાસ કરવા માટે થઇને શો છોડ્યો હતો. તે મિઠીબાઇ કોલેજમાં બીએ કરી રહી છે. નિધિને નિર્માતાઓએ ભલે શુટીંગ માટે થોડો જ સમય આપે તેવી ઓફર કરી હતી. પણ તે ભણતરમાં પુરૂ ધ્યાન આપવા ઇચ્છતી હતી.

(9:57 am IST)