Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

તો હું આંખ બંધ કરીને હા કહી દઇશઃ નિક્કી તંબોલી

એકતા કપૂરનો ટીવી શો નાગિન એટલો હિટ નિવડ્યો છે કે ચાહકો સતત આ શોની એક સિઝન પુરી થાય પછી બીજી સિઝનની રાહ જોતાં રહે છે. ટીવી પરદાની અનેક સુંદરીઓને એકતાએ આ શોમાં નાગિન બનવાની તક આપી છે અને આ અભિનેત્રોને આ રોલ ખુબ ફળ્યા પણ છે. હવે નાગિન-૬ માટે કલાકારોની પસંદગી થઇ રહી છે ત્યારે બિગ બોસ ફેઇમ નિક્કી તંબોલી પણ નાગિન બનવા ઇચ્છા રાખી રહી છે. હાલમાં નિક્કી ખતરો કે ખિલાડી-૧૧માં ભાગ લઇ રહી છે. તેને સુપર નેચરલ શો વિશે પુછવામાં આવતાં કહ્યું હતું કે આ જોનરમાં હું ચોક્કસપણે કામ કરવા ઇચ્છુ છું. નિક્કીએ કહ્યું હતું કે જો મને નાગિન શો ઓફર થશે તો હું આંખ બંધ કરીને હા કહી દઇશ. મારામાં એકસપ્રેશન્સની ભરમાર છે અને ડ્રામા કરવાનું મને ખુબ ગમે છે. મને લાગે છે કે નાગિન માટે મારી પસંદગી પરફેકટ હશે.  નિક્કી કહે છે નાગિન એક જાણીતી ફ્રેન્ચાઇઝી છે, જો આ રોલ ઓફર થાય તો કોણ કામ કરવાની ના કહી શકે.

(10:20 am IST)