Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

'શ્રીમતિ સિરીયલ કિલર' બનશે જૈકલીન

જૈકલીન ફર્નાન્ડીઝે બોલીવૂડમાં ૨૦૦૯થી અલ્લાદ્દિન ફિલ્મથી શરૂઆત કરી છે. એ પછી તેણે જાને કહાં સે આઇ હૈ, હાઉસફુલ, મર્ડર-૨, હાઉસફુલ-૨, રેસ-૨, કિક, રોય, બ્રધર્સ, હાઉસફુલ-૩, ઢિસૂમ, રેસ-૩, જુડવા-૨ સહિતની ફિલ્મો કરી બોલીવૂડમાં નામના મેળવી છે. કિક-૨માં પણ તે કામ કરશે તેવી વાતો વહેતી થઇ હતી. પણ તેમાં હવે સલમાને દિશા પટાનીને લેવાનું નક્કી કર્યુ છે. બીજી તરફ જૈકલીનની શિરીષ કુંદરના નિર્દેશનમાં બનનારી ફિલ્મ 'શ્રીમતિ સિરીયલ કિલર'માં મુખ્ય રોલ મળ્યો છે. જેમાં મનોજ બાજપાઇનો લિડ રોલ છે.  સાત વર્ષ પછી શિરીષ ફરી બોલીવૂડમાં આવ્યો છે. નેટફિલકસ માટે તે આ ફિલ્મ બનાવી રહ્યો છે. જેનું શુટીંગ મુંબઇ અને નૈનિતાલમાં થશે. જુન-જુલાઇમાં શુટીંગ શરૂ થઇ જશે. સાત વર્ષ પછી ફરીથી નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહેલો ફરાહ ખાનનો પતિ શિરીષ ખુબ જ ખુશ છે.

(10:00 am IST)