Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશી ૨૮ દિવસનો ડાયટ પ્લાનને ફોલો કરીને થઇ ફેટમાંથી ફીટ

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી હાલમાં ઘણી જ ફિટ નજર આવી રહી છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં તેનાં અભિનયથી દિલ જીતનારી હુમા હાલમાં તેની ફિટનેસ પર ધ્યાન આપી રીહ છે. હાલમાં જ તેણે જે તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે તે જોઇને લાગે છે કે તે હાલમાં વજન ઉતારવામાં ઘણી મહેનત કરી રહી છે.

હુમાએ તેનાં વર્કઆઉટનાં કેટલાંક વીડિયો પણ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા છે. ગત દિવસોમાં તેણે યોગ અને 28 દિવસનું ડિટોક્સ ડાયટ ફોલો કર્યુ હતું. સાથે સાથે તે જીમમાં પણ ઘણો પરસેવો પાડતી હતી.

ગત દિવસોમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનું આખુ ડાયટ પ્લાન પણ તેનાં ફેન્સ સાથે શેર કર્યુ હતું. જેમાં હુમાએ લખ્યુ છે કે, ખાંડ, સોડા અને ગ્લુટેન જેવાં પદાર્થનું સેવન છોડવું જ પડશએ. અને દરરોજ તમારા ભાણામાં હેલ્ધી ફૂડ ઉમેરવું પડશે. 

હુમા તેનાં દિવસની શરૂઆત ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવી અને આદુનાં ટુકડાંને તેમાં ઉમેરીને આ પાણી પીને કરે છે. બાકી સવારે પેટ ભારીને નાશ્તો, હવળું જમવાનું અને સાંજે તદ્દન લાઇટ ભોજનની ડાયટ ટિપ્સ ફોલો કરી રહી છે.

હુમાનાં વધારે વજનની ચર્ચા ઘણી વખત બી-ટાઉનમાં થઇ છે. હાલમાં દિશા પટણીથી માંડીને સુષ્મિતા સેન સૌ કોઇ તેમની ફિટનેસને લઇને સજાગ છે. તેનાં ફિલ્મી પ્રોજેક્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં હુમા સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની સાથે ફિલ્મ '2.O'માં નજર આવશે. હુમાની 'એક થી ડાયન' અને 'લવ શવ તે ચિકન ખુરાના', 'બદલાપુર', 'ગેન્ગ ઓફ વાસેપુર',શોર્ટ્સ અને 'જોલી એલએલબી-2'માં કામ કરી ચૂકી છે.

(8:16 pm IST)