Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

દીપિકા અને પ્રિયંકા બાદ હવે શ્રદ્ધાકપૂર પરણશે :રોહન શ્રેષ્ઠા સાથે કરશે લગ્ન ?

 

મુંબઈ ;અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં ત્રણ- ત્રણ ફિલ્મોનું  શૂટિંગ કરી રહી છે તે હાલમાં સ્ટ્રીટ ડાન્સર, સાહો અને છિછોરેની શૂટિંગમાં વ્યસ્ત છે. વચ્ચે તેની પર્સનલ લાઇફની પણ ચર્ચા જાગી છે હાલમાં તેનું નામ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે જોડાઇ રહ્યું છે. એવી વાતો છે કે બંને લગ્ન કરી શકે છે.

    થોડા સમય પહેલાં રોહનની સાથે રિલેશનનાં સમાચારને શ્રદ્ધાએ નકારી કાઢ્યા હતાં. પણ હવે સમાચાર છે કે શ્રદ્ધા અને રોહન તેમનાં સંબંધોને લઇને સિરિયસ છે અને તેઓ લગ્ન પણ કરી શકે છે.

લગ્ન ક્યારે થશે તે અંગ તો સત્તાવાર કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે હેવાલ મુજબ, શ્રદ્ધા આગામી વર્ષે તેનાં કથિત બોયફ્રેન્ડ સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરી શકે છે.

   બોલિવૂડમાં ચાલતી ગોસિપ મુજબ શ્રદ્ધા અને રોહન છેલ્લા એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અને તેઓ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે

   શ્રદ્ધાનાં પિતા શક્તિ કપૂરે ગત દિવસોમાં એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, તેમની ઇચ્છા છે કે શ્રદ્ધા આગામી થોડા વર્ષોમાં લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લે. હવે જોવાનું છે કે શ્રદ્ધા તેમની ઇચ્છા ક્યારે પૂર્ણ કરે છે.

(1:34 am IST)