Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સલમાન ખાનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ નોટબુકથી બોલિવુડમાં ઝહીર ઇકબાલ અને નુતનની પૌત્રી પ્રનૂતન અેન્‍ટ્રી કરશેઃ ટ્રેલર રિલીઝ

મુંબઈ : બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અનેક નવા સ્ટાર્સને લોન્ચ કરે છે. સલમાન દ્વારા લોન્ચ કરાયેલા સ્ટાર્સમાં સોનાક્ષી સિંહા, સ્નેહા ઉલ્લાલ, સૂરજ પંચોલી, અથિયા શેટ્ટી અને ડેઇઝી શાહનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં ઝહીર ઇકબાલ અને પ્રનૂતનનું નામ જોડાઈ ગયું છે. આ બંને કલાકાર સલમાનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'નોટબુક'થી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યા છે. સલમાને હાલમાં આ ફિલ્મનું પોસ્ટ રિલીઝ કર્યું હતું. નીતિન કક્કડે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને એને દર્શકો પસંદ કરી કરી રહ્યા છે. ફિલ્મ ''નોટબુક'' 29 માર્ચ 2019ના રોજ રિલીઝ થશે.

કાશ્મીરમાં શૂટ થયેલી આ ફિલ્મની સ્ટોરી બે ટીચર્સની છે. જે એકબીજાને જોયા વગર જ પ્રેમમાં પડી જાય છે. ટ્રેલરમાં પ્રનૂતન એક એવી ટીચરના રોલમાં છે. જે કાશ્મીરના સૂમસાન વિસ્તારમાં બનેલી એક સ્કૂલના સાત બાળકોને અભ્યાસ કરાવે છે. જોકે, તેને લગ્ન કરવાની મજબૂરીથી સ્કૂલ છોડવી પડે છે. પ્રનૂતનની જગ્યાએ ઝહીરને નોકરી મળે છે. જોકે, તેની બાળકો સાથે એવી દોસ્તી નથી થઈ શકતી જેવી પ્રનૂતનની હોય છે. આ દરમિયાન તેને પ્રનૂતનની એક ડાયરી મળે છે. જેમાં તેણે પોતાના દિલની વાતો લખેલી હોય છે.

સલમાનની આ ફિલ્મની હિરોઇન પ્રનૂતન બોલિવૂડની ટેલેન્ટેડ અને ખૂબસુરત હિરોઇન નૂતનની પૌત્રી તેમજ સલમાનના ખાસ મિત્ર મોહનીશ બહલની દીકરી છે. સલમાનની સુપરહિટ ફિલ્મ 'મેંને પ્યાર કિયા'માં મોહનીશે વિલનનો રોલ કર્યો હતો અને ત્યારથી બંને વચ્ચે ખાસ મિત્રતા છે. આમ, સલમાન પોતાના ખાસ મિત્રની દીકરીને આ ફિલ્મથી હિરોઇન તરીકે લોન્ચ કરી રહ્યો છે. બીજી તરફ ઇકબાલ સલમાન ખાનના મિત્રનો પુત્ર છે તે પણ ફિલ્મની સાથે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે.

 

(4:30 pm IST)