Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વેકિસનેશન માટે લોકોને કરશે સજાગ કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન બાળકોને પોલિયોમુકત કરવા લોકોને જાગૃત કરશે. કરીનાને તાજેતરમાં જ સ્વસ્થ ઇમ્યુનાઇઝડ ઇન્ડિયા કેમ્પેનની બ્રેન્ડ-એમ્બેસેડર તરીકે નીમવામાં આવી છે. વરલીમાં આયોજિત એક કાર્યક્રમમાં કરીનાએ જણાવ્યું હતું કે મહિલાઓને આ દિશામાં જાગૃત કરવામાં આવશે. આ વિશે કરીનાએ કહ્યું હતું. કે 'મારા માટે આ ખૂબ જ સ્પેશ્યલ અને પર્સનલ પ્રોજેકટ છે. હું એક યંગ મધર છું અને તૈમુર હાલમાં વેકિસનેશનની પ્રોસેસમાંથી પસાર થઇ રહ્યો છે. મારું માનવું છે. કે આ કેમ્પેન સફળ થાય એ માટે મહિલાઓને યોગ્ય માહિતી આપવી પણ ખૂબ જરૂરી છે. વેકિસનેશનનું મહત્વ માને સમજાવવું પણ જરૂરી છે. મા જ બાળકોની સારી દેખભાળ રાખી શકે છે. એથી આપણે પેરન્ટ્સને આ દિશામાં જાગૃત કરવાના રહેશે. આવનારી પેઢીને આ બીમારીમાંથી મુકત કરવા માટે લોકોના સપોર્ટની પણ ખાસ જરૂર છે. આથી સ્વસ્થ અને રોગમુકત ભારત બની શકશે.'

(4:27 pm IST)