Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

શો હોસ્ટ કરવાનું કામ વધુ કઠીન હોય છેઃ રોહિત

ટીવી પરદે અનેક પ્રકારના રિયાલીટી શો આવતા રહે છે. જેમાં અમુક ખુબ સુપરહિટ નિવડતા હોય છે અને ચાહકો સતત તેની નવી સિઝનની રાહમાં હોય છે. આવો જ એક શો ખતરો કે ખિલાડી છે. આ શોની દસમી સિઝનની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.આ મહિને જ ખતરો કે ખિલાડી-૧૦નો પ્રારંભ થઇ જવાનો હતો. પણ હવે આવતા મહિને શરૂ થશે. નિર્માતાઓએ શોનો પ્રોમો રિલીઝ કરી દીધો છે. જેમાં શો બાવીસમી ફેબ્રુઆરીએ શરૂ થશે તેવું દેખાડાયું છે. ટીઝરમાં રોહિત શેટ્ટી રફ એન્ડ ટફ લૂકમાં જોવા મળી રહ્યો છે. તે દર્શકોને કહી રહ્યો છે કે-ડરની યુનિવર્સિટીમાં તમારું સ્વાગત છે, તે ખુદને આ યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે ઓળખાવી રહ્યો છે. તો સાથો સાથ તે લોકોને ડરાવવા ઇચ્છતો હોવાનું પણ કહી રહ્યો છે. આ પછી શોના સ્પર્ધકોને દેખાડવામાં આવે છે. રોહિતે કહ્યું હતું કે શો હોસ્ટ કરવાનું કામ ફિલ્મો બનાવવા કરતાં ખુબ જ વધુ કઠીન હોય છે. કારણ કે આ શો સ્ક્રિપ્ટેડ નથી હોતો. દરેક દિવસે નવો ટાસ્ક હોય છે. ગમે ત્યારે સમસ્યા આવી શકે છે, પડકારોનો સામનો કરવો પડે છે. અદા ખાન, અમૃતા ખાનવિલકર, કરિશ્મા તન્ના, આરજે મલિશ્કા, શિવિન નારંગ, કર પટેલ, બલરાજ સયાલ જેવા કલાકારો આ વખતે ભાગ લઇ રહ્યા છે.

(10:15 am IST)