Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અભિમન્યુ દસાનીની આગામી કોમેડી ફિલ્મ 'આંખ મિચોલી' આ દિવસે થશે રિલીઝ

મુંબઈ: બોલિવૂડનો નવો ચહેરો અભિમન્યુ દસાનીની તાજેતરની ફિલ્મ 'મીનાક્ષી સુંદરેશ્વર' દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. દરમિયાન, તેની આગામી કોમેડી ફિલ્મ 'આંખ મિચોલી'ની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે 13મી મે 2022ના રોજ સિનેમાઘરોમાં સીધી રિલીઝ થશે. અભિમન્યુએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ શેર કરતા આ માહિતી આપી હતી. ફિલ્મનું પોસ્ટર શેર કરતાં તેણે લખ્યું કે, તિથિ પે તિથિ, તિથિ પે તિથિ, 13 મેના રોજ આંખ મિચોલી સિનેમા હોલમાં રિલીઝ થશે. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 13મી મે 2022ના રોજ રીલિઝ થઈ રહી છે. શેર કરવામાં આવેલા પોસ્ટરમાં ફિલ્મના મુખ્ય કલાકારો જોવા મળે છે. પોસ્ટરમાં તમામ કલાકારો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. અભિમન્યુ અને મૃણાલ ઠાકુર ઉપરાંત, ફિલ્મમાં શરમન જોશી, પરેશ રાવલ, વિજય રાઝ, દિવ્યા દત્તા, ગ્રુષા કપૂર, અભિષેક બેનર્જી અને દર્શન જરીવાલા પણ મુખ્ય ભૂમિકામાં છે.

(6:07 pm IST)