Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

હું બહુ મહાત્વાકાંક્ષી નથીઃ શ્રુતિ ઝા

ટીવી પરદે શો કુમકુમ ભાગ્ય થકી જાણીતી બનેલી અભિનેત્રી શ્રુતિ ઝાનો હાલમાં ખુબ સારો સમય ચાલી રહ્યો છે. હાલમાં પણ તે ટીવી પરદે જ કામ કરવા ઇચ્છે છે કે બીજા માધ્યમ તરફ પણ નજર દોડાવશે? એવું પુછાતાં શ્રુતિએ કહ્યું હતું કે હું એક અભિનેત્રી છું અને હાલમાં અત્યંત સુંદર સમય ચાલી રહ્યો છે. અત્યારે એક નહીં, પણ સંખ્યાબંધ માધ્યમોમાં તમને કામ કરવાની તક મળી શકે છે. હું ઘણી મહત્ત્વાકાંક્ષી નથી અને મારી સમક્ષ જે ઓફર આવે છે એ પાત્ર મારે ભજવવાનું હોય છે. હું તો એવું દ્રઢપણે માનું છું કે મારી સમક્ષ જે કંઈ આવે છે, તે કામ મારે કરી દેખાડવાનું છે. જિંદગી તમને ક્યાં લઈ જઈ રહી છે, તે તમે કદી જાણી શકો નહિ. હાલમાં શ્રુતિ એકતા કપૂરના ઓડિયો શોમાં પણ પોતાના અવાજમાં કવિતા રેકોર્ડ કરીને ભાગ લઇ રહી છે. આ શોનું નામ દરમિંયા છે. શ્રુતિ કહે છે આ શોમાં ભાગ લેવા મારા માટે ખુબ જ રસપ્રદ બાબત બની ગઇ હતી. આ એક રોમાંચક અનુભવ હતો. અહિ મારે મારા અવાજ થકી જ બધું કરવાનું હતું.

(9:57 am IST)