Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

શાહિદે શરૂ કર્યુ શુટીંગઃ પોલીસનો રોલ નિભાવશે

અભિનેતા શાહિદ કપૂર હાલમાં ખુબ જ વ્યસ્ત છે. તે ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝ પણ કરી રહ્યો છે. દર્શકોને આવતા મહિને તેની એક ફિલ્મ જોવા મળવાની છે. તેણે હાલમાં જ એક એકશન ફિલ્મનું કામ હાથ પર લીધું છે. આ ફિલ્મનું શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. નિર્દેશક અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મ વિશે શાહિદે લખ્યું હતું કે અમે ઘણી બધી એકશન શરૂ કરી છે. અલી અબ્બાસ ઝફરની રમત પરથી પડદો બહાર આવવાનો છે. શાહિદ કપૂર ઉપરાંત અલી અબ્બાસે પણ આ જ તસવીરો પોસ્ટ કરીને ટ્વિટર પર ફિલ્મની માહિતી આપી છે.  ફ્રેન્ચ ફિલ્મની આ હિન્દી રિમેક છે. જેમાં શાહિદ પોલીસના રોલમાં જોવા મળશે જે ડ્રગ માફિયા સામે લડતો જોવા મળશે. આ ફ્રેન્ચ ફિલ્મ પહેલાથી જ તમિલ અને તેલુગુ ભાષામાં બની ચુકી છે.  હવે તે હિન્દીમાં પણ ટૂંક સમયમાં દર્શકોની વચ્ચે આવશે. શાહિદની જર્સી પણ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ પણ સાઉથની ફિલ્મ જર્સીની રિમેક છે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે. એકત્રીસમી ડિસેમ્બરે આ ફિલ્મ દર્શકો જોઇ શકશે.

(9:57 am IST)