Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

આ વાત કબુલવામાં સંકોચ નથીઃ અર્જુન

અભિનેતા અર્જુન કપૂરે ઇશકજાદે, ગૂંડે, તેવર સહિતની ફિલ્મોમાં પોતાના ખડતલ શરીર સાથે ભુમિકાઓ ભજવી હોઇ તેને માચોમેનનું બિરૂદ મળી ગયુ હતું. તેણે ૨-સ્ટેટ્સ જેવી ફિલ્મોમાં તદ્દન અલગ રોલ ભજવીને પડકાર પણ ઝીલ્યો હતો. પ્રારંભીક તબક્કે કદાચ તેને અવી જ ફિલ્મો મળી હતી જેમાં તેના શરીરના ખડતલ બાંધાની જરૂર પડી હોય. તે કહે છે  હિન્દી ફિલ્મોના હીરો આવા જ હોય એવું મેં નાનપણથી જ ફિલ્મોમાં જોયું હતું. આ વાત કબૂલવામાં મને કોઈ સંકોચ નથી થતો. એક પંચ મારીને ચાર જણને પટકી પાડે એવા હીરોની ફિલ્મો જોઈને હું મોટો થયો છું. અર્જુન છેલ્લે સંદિપ ઓૈર પિન્કી ફરાર, સરદાર કા ગ્રાન્ડસન અને ભૂત પોલીસમાં દેખાયો હતો. તેની આવનારી ફિલ્મ એક વિલન રિટર્ન્સ છે. જેમાં તેની સાથે જોન અબ્રાહમ પણ છે. મોહિત સૂરીની આ ફિલ્મનું નિર્માણ એકતા કપૂર અને શોભા કપૂર તથા ભુષણ અને કિશન કુમાર કરી રહ્યા છે. તારા સુતારીયા તથા દિશા પટાની મુખ્ય ભુમિકામાં છે. આવતા વર્ષે જુલાઇમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે.

(9:57 am IST)