Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

લાંબા સમયે પાછી આવી પૂજા બત્રા

પૂજા બત્રા ફિલ્મી પરદે આવી એ પહેલા ૧૯૯૩માં ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લઇ ચુકી હતી. ૧૯૯૫માં તેણે તમિલઅનેતેલુગૂ ફિલ્મોથીશરૂઆતક રી હતી. બોલીવૂડમાં વિશ્વાત્મામાં નાનકડી ભૂમિકા પછી વિરાસતમાં અનિલ કપૂર અને તબ્બુ સાથે તેણે કામ કર્યુ હતું. ૨૦૧૭માં ફિલ્મ મિરર ગેમમાં જોવા મળ્યા પછી તે અભિનયથી દૂર થઇ ગઇ હતી. ખુબ લાંબા સમય પછી અભિનયમાં પાછી આવી છે. ઝીફાઇવ પર રિલીઝ થયેલી ફિલ્મ 'સ્કવોડ'માં તે જોવા મળી છે. પૂજા આ ફિલ્મથી ખુબજ ખુશ છે. આ પહેલી એવી ઇન્ડિયન ફિલ્મ છે જેને બેલારૂસમાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં એઇટ મિગ, હેલિકૉપ્ટર ચેઝ અને ૪૦૦ સૈનિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ડેની ડેન્ઝોન્ગ્પાનો દિકરો રિન્ઝિંગ અને માલવિકા રાજ પણ મુખ્ય ભુમિકામાં છે. પૂજાએ ૨૦૧૯માં નવાબ શાહ સાથે લગ્ન કર્યાં છે. તે ઘણાં વર્ષોથી અમેરિકામાં સ્થાયી થઈ છે. હવે ભારત પાછી આવી છે. તે કહે છે નીલેશ સહાયે મને ધ્યાનમાં રાખીને નંદિની રાજપૂતનું પાત્ર લખ્યું હોવાથી મેં આ ફિલ્મ કરી છે.

(9:56 am IST)