Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

આ શો તદ્દન અલગ જ છેઃ રક્ષંદા ખાન

અભિનેત્રી રક્ષંદા ખાનની ઝીટીવીના શો 'તેરે બિના જિયા જાયે ના'માં એન્ટ્રી થઇ છે. આ શોમાં તે રોયલ અવતારમાં જોવા મળવાની છે. અંજલિ તતરારી આ સિરિયલમાં ક્રિષ્ના ચતુર્વેદીના રોલમાં જોવા મળી રહી છે. તે દેવરાજનું પાત્ર ભજવનાર અવિનાશ રેખીના સંપર્કમાં આવે છે. તેનાં સપનાંઓ પર રજવાડી પ્રથા અને રીતિરિવાજોનું ગ્રહણ લાગે છે, પણ ત્યાર બાદ તેને દેવરાજની પત્નિનો દરજ્જો પણ મળી જાય છે. કહાની અહીં અટકતી નથી. અહીંથી જ શરૂ થાય છે ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સ. તેની મુલાકાત જયાલક્ષ્મીનું પાત્ર ભજવતી રક્ષંદા સાથે થાય છે. તેને જયામા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બાળકોની દેખભાળ કરતી હોય છે. રોયલ અવતાર વિશે રક્ષંદાએ કહ્યું કે 'મેં ભજવેલા તમામ શો કરતાં 'તેરે બિના જિયા જાયે ના' અલગ હોવાથી મને તરત જ એ પસંદ પડ્યો હતો. એવા કેટલાય શો છે જેનો અંત પરીઓની કથા પર થાય છે. જોકે આ જ એકમાત્ર એવો શો છે જેની શરૂઆત પરીઓની કથાથી થાય છે. ત્યાર બાદ જેકંઈ થાય છે એ જોવા જેવું છે.

(10:17 am IST)