Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ડિજીટલ માધ્યમમાં વધુ ગંભીર બન્યો કરણ

ટીવી પરદાનો જાણીતો કલાકાર કરણ ઠાકર પણ હવે બીજા કલાકારોની જેમ ઓટીટી તરફ આગળ વધી ગયો છે. ગયા વર્ષે જ ચાહકોએ કરણને વેબ સિરીઝ સ્પેશિયલ ઓપ્સમાં નિહાળ્યો હતો. હાલમાં તે નવી એક વેબ સિરીઝ કરી રહ્યો છે. આ સિરીઝનું શુટીંગ ઝારખંડમાં કરવામાં આવી રહ્યું છે. તે કહે છે ડિજીટલ માધ્યમ મને ખુબ પડકારજનક લાગે છે. હવે હું આ માધ્યમના પ્રોજેકટ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છુ છું. અહિ તમે વેબ શો માટે સતત આઠ કલાક શુટીંગ કરો ત્યારે તમને એમ જરાપણ નથી લાગતું કે તમે આ કામ કરવા ખાતર કરી રહ્યા છો. અહિ કામ કરવું એ ખુબ અઘરી બાબત છે. કારણ કે અહિ તમારે તમારી સર્જનાત્મકતાની સાથોસાથ તમારી વ્યાવસાયિકતાને પણ રજૂ કરવાની હોય છે. આ કારણે જ મને ડિજીટલ માધ્યમમાં કામ કરવું વધુ પસંદ પડી રહ્યું છે. અહિ તમે જો તમારા કામમાં થોડીઘણી કચાશ રાખી દો તો પણ દર્શકો તમને પકડી લે છે.

 

(10:16 am IST)