Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

એ અનુભતિ સાવ અનોખી હતીઃ અવિકા

ટીવી પરદે લોકો જેની બાલીકા વધુની નાનકડી આનંદી તરીકે ઓળખતા હતાં તે અવિકા ગૌર હવે ફિલ્મી પરદે પહોંચી ગઇ છે. યુવાન અવિકા અભિનય કરવાની સાથે સાથે હવે નિર્માણનું કામ પણ કરી રહી છે. તે કહે છે હું પ્રોડ્યુસર બન્યા પછી મારો એક વ્યકિત તરીકે વિકાસ થયો છે. તેના આગામી પ્રોજેકટનું શૂટિંગ તેણે ૧૦ દિવસ સુધી ગોવામાં કર્યું હતું. તે તેલુગુ ફિલ્મ 'નેટ' અને ' થેન્ક યુ'માં પણ આગામી સમયમાં જોવા મળવાની છે. પોતાના પ્રોડકશન હેઠળ બનનારા આ પ્રોજેકટ વિશે વધુ માહિતી તેણે જાહેર કરી નથી. તેણે કહ્યું હતું કે આ એક નવો જ અને અદ્દભુત અનુભવ રહ્યો છે. મારું પહેલુ જ પ્રોડકશન હોવાથી મને ખુબ આનંદ થયો હતો. અમે દસ દિવસ સુધી ગોવામાં શૂટિંગ કર્યું હતું. એ અનુભૂતિ  અનોખી હતી. મને એવું લાગે છે કે પ્રોડ્યુસર બનવાથી હું વધુ નમ્ર એકટર બની ગઈ છું અને સાથે જ એક વ્યકિત તરીકે મારો વિકાસ થયો છે. મારી જાત પર મને અતિશય ગર્વ થઇ રહ્યો છે. હું મારી ફિલ્મ ઝડપથી રિલીઝ કરવા તત્પર છું.

(10:16 am IST)