Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

શાહરૂખ ખાને ૧૩.૩૨ કરોડમાં ખરીદ્યું હતું મન્નત, હવે કિંમત થઈ ૨૦૦ કરોડ

આ બંગલાનો ઢાંચો ૨૦મી સદીના ગ્રેડ ૩ હેરિટેજનો છે અને આ બધી તરફથી ખુલે છે

મુંબઇ, તા.૨૨: ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના ઘરનું નામ મન્નત છે અને જયારે તેણે આ ઘર ખરીદ્યું ત્યારે તેની કિંમત ફકત ૧૩.૩૨ કરોડ રૂપિયા હતી પણ આજે આ ઘરની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ ઘરને ડિઝાઇન શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને કર્યું છે, નોંધનીય છે કે ગૌરી એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

આ ઘરનું પહેલું નામ વિલા વિએના હતું. આ બંગલાને પહેલા શૂટિંગ માટે ભાડે આપવામાં આવતું હતું અને આ દ્યરમાં સની દેઓલની ફિલ્મ નરસિમ્હાનું કલાઇમેકસ પણ શૂટ કરવામાં આવ્યું છે. તેની સાથે જ આ બંગલામાં ગોવિંદાની ફિલ્મ શોલા ઓર શબનમની પણ શૂટિંગ થઈ છે.

શાહરુખ ખાને જયારે આ બંગલો ખરીદ્યો ત્યારે તેની કિંમત ૧૩.૩૨ કરોડ રૂપિયા હતી. હવે આ ઘરની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ બંગલાનો ઢાંચો ૨૦મી સદીના ગ્રેડ ૩ હેરિટેજનો છે અને આ બધી તરફથી ખુલે છે. આ ઘરમાં કુલ પાંચ બેડરૂમ છે. આ સિવાય મલ્ટીપલ લિવિંગ એરિયા, એક જિમ્નેજિયમ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ પણ આમાં ઉપલબ્ધ છે.

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને પોતાના અનુભવથી આ ઘરને શાનદાર બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખી. શાહરુખ ખાન હાલમાં પોતે ડબ કરેલી ફિલ્મ ધ લાયન કિંગના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય તેના દીકરા આર્યન ખાને પણ પોતાનો અવાજ આપ્યો છે.

તાજેતરમાં શાહરુખ ખાને કોઈપણ ફિલ્મ સાઇન નથી કરી અને તે ઘરે જ આરામ કરે છે.(૨૩.૨)

(10:04 am IST)