Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

'કસોટી' પછી પૂજાની કારકિર્દીમાં ઉછાળ

ટીવી શો કસોટી જિંદગી કી-૨ ટીઆરપીની દોડમાં અગ્રેસર છે. આ શો સાથે જોડાયેલી અભિનેત્રી પૂજા બેનર્જી તેની સ્ટાઇલ અને લૂકને કારણે સતત ચર્ચામાં રહે છે. પૂજા બેનર્જી શોમાં અનુરાગની બહેન નિવેદીતા સેનગુપ્તાનો રોલ નિભાવી રહી છે. પૂજા અસલી જિંદગીમાં પરણેલી છે. બે વર્ષ પહેલા તેણે સંદિપ સેજવાલ સાથે લગ્ન કર્યા છે અને તે ખુશખુશાલ જિંદગી વિતાવી રહી છે. કસોટી જિંદગી કી-૨માં કામ કર્યા પછી તેની કારકિર્દીમાં ઉછાળ આવ્યો છે. તાજેતરમાં પૂજાએ દૂલ્હનના લિબાસમાં ફોટોશૂટ કરાવી સોશિયલ મિડીયા પર તસ્વીરો મુકતાં જ ચાહકોએ વાહ-વાહ કરી હતી. પૂજા અનેક ટીવી શોમાં કામ કરી ચુકી છે. પણ કસોટીને કારણે તેને જબરી લોકપ્રિયતા મળી છે. પૂજા અવાર-નવાર તેના ફોટા અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. પૂજાએ કારકિર્દીની શરૂઆત રોડિઝ સિઝન-૮થી કરી હતી. જેમાં તે સ્પર્ધક હતી. ફિટનેસ બાબતે તે સતત સજાગ રહે છે.

(10:03 am IST)