Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કૃતિ ખરબંદા થઇ રહી છે ખુશ

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસમી પહેલી જ વખત ફિલ્મ 'ચહેરે'માં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન રૂમી જાફરી કરી રહ્યા છે. ફિલ્મમાં અભિનેત્રી કૃતિ ખરબંદા ખાસ રોલમાં છે. અભિતાભ બચ્ચન સાથેના કૃતિના કેટલાક દ્રશ્યોની તસ્વીરો સામે આવી હતી. આ ફિલ્મ મિસ્ટ્રી-થ્રિલર છે. કહાની મિત્રોના એક ગ્રુપની છે. આ ગ્રુપના કેટલાક સભ્યો નિવૃત વકિલ છે અને સિમલાના એક બંગલામાં સાઇકોલોજીકલ ગેમ રમવા ભેગા થયા છે. પછી રહસ્યના આટાપાટા શરૂ થાય છે. ફિલ્મમાં ઇમરાન હાસમી એક બિઝનેસમેનના રોલમાં છે. રિયા ચક્રવર્તી, સિધ્ધાંત કપૂર, ધૃતમાન ચક્રવર્તિ, રઘુવીર યાદવ અને અનુ કપૂર પણ મહત્વના રોલમાં છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આ ફિલ્મ રિલીઝ થશે. કૃતિ આ ફિલ્મમાં અમિતાભ અને ઇમરાન જેવા કલાકારો સાથે કામ મળવાથી અત્યંત ખુશ છે.

 

(10:02 am IST)